પાટણની બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા અપાઈ તાલીમ

Rate this post

પાટણના યુવકો બેરોજગાર ના રહે તે માટે જિલ્લામાં અનેક સંસ્થાઓ દ્વારા યુવકોને વિવિધ રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ મેળવ્યા બાદ તેઓ જે-તે ક્ષેત્રમાં રોજગારી મેળવતા થાય છે. જિલ્લાની બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા યુવકોને આવી જ રીતે અનેક ક્ષેત્રને લગતી તાલીમ આપવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ યુવકોને મોબાઈલ રિપેરીંગ તેમજ સર્વિસની 30 દિવસીય તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમ્યાન વિવિધ તજજ્ઞો દ્વારા યુવાનોને પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કુલ 30 દિવસ ચાલેલી આ તાલીમ બાદ તેના સમાપન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના મુખ્ય અતિથી વિશેષ તરીકે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરશ્રીએ તાલીમાર્થીઓની સાથે સંવાદ કરીને યોગ્ય માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતુ. કલેક્ટરશ્રીના હસ્તે તમામ તાલીમાર્થીઓને સર્ટિફીકેટ પણ આપવામાં આવ્યા હતા.

સંસ્થાના નિયામકશ્રી ડૉ.રૂદ્રેશ ઝુલાએ તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે માહિતગાર કર્યા હતા તેમજ તાલીમ દરમિયાનના ફિડબેક પણ મેળવ્યા હતા. આર્થિક રીતે પગભર થવા માટે આર્થિક ધિરાણ મળવીને જો કોઈ તાલીમાર્થી વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તેઓને પણ સંસ્થા હંમેશા સહાયરૂપ બનશે તેવી ખાત્રી પણ નિયામકશ્રીએ આપી હતી.

30 દિવસની તાલીમના આ સમાપન કાર્યક્રમમાં સંસ્થાના લીડ બેંકમાંથી લીડ બેંક મેનેજરશ્રી મણિલાલ પટેલ, સંસ્થાના નિયામકશ્રી ડૉ. રૂદ્રેશ ઝુલા અને સંસ્થાના કાર્યકરો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *