દાહોદમાં આગામી તારીખ ૧૫ થી ૧૬ જૂન દરમિયાન સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે

Rate this post

જિલ્લાના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો સાંસદ ખેલ સ્પર્ધા એક અવસર બની રહેશે- સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર

સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું છે કે, દાહોદમાં આગામી તારીખ ૧૫ થી ૧૬ જૂન દરમિયાન સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કબડ્ડી, શૂટિંગ બોલ, તિરંદાજી, હોકી, રસ્સાખેંચ, કરાટે, ક્રિકેટ તેમજ એથ્લેટીકસ રમતોનું આયોજન કરાયું છે.

તેમણે જણાવ્યું કે દેશના રમતવીરો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ રોશન કરી રહ્યા છે ત્યારે જિલ્લાના રમતવીરોને પ્રોત્સાહન આપવું પણ એટલું જ જરૂરી છે. દાહોદ જિલ્લામાં યુવાનોમાં ઘણી પ્રતિભા છુપાયેલી છે. જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવી શકે છે. ત્યારે જિલ્લાના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો સાંસદ ખેલ સ્પર્ધા એક એક અવસર બની રહેશે તે નક્કી છે. હું જિલ્લાના યુવાનોને સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લેવા માટે અપીલ કરું છું.

સાંસદ ખેલ સ્પર્ધાનું દાહોદના ત્રિવેણી મેદાન, સીટી ગ્રાઉન્ડ ખાતે, દેવગઢબારિયા રમત ગમત સંકુલ ખાતે આયોજન કરાયું છે. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ આપી બહુમાન કરાશે.

જિલ્લા સેવા સદન ખાતે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં સાંસદ ખેલ સ્પર્ધાના સુચારૂ આયોજન અંગે બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *