ગરીબ અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોનું કિસાન સન્માન નિધિએ વધાર્યું સન્માન
ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશના વડાપ્રધાન હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે. દેશનો ખેડૂત આત્મનિર્ભર બને તે માટે ગરીબ અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકાર પ્રયત્નશીલ છે. તેમાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવી છે. આ યોજના રાજ્યનાં નાના અને ઓછી જમીન ધરાવતાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વની બની છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કિસાન સન્માન નિધિનાં 11 હપ્તા ચુકવવામાં આવ્યાં છે. જેમાં રાજ્યના ખેડૂતોને 10,334 કરોડની ચૂકવણી DBT(ડાયરેક્ટ બેનિફિટ ટ્રન્સફર) દ્વારા કરવામાં આવી છે.
પાટણના જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,10,810 ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. જેમને કિસાન સન્માન નિધિનો સીધો લાભ મળી રહ્યો છે. કુલ 10 હપ્તા પેટે અત્યાર સુધી 378.89 કરોડની સહાય ચુકવવામાં આવી છે. ખેડૂતોના ખેતપેદાશના ઉત્પાદનમાં વધારો અને ઉત્પાદનનો ખર્ચ ઘટે એ માટે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના તા.1/02/2019થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રુ.6,000 ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફરનાં માધ્યમથી આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત લાભ લેનાર લાભાર્થી પાટણનાં સરસ્વતી તાલુકાનાં સાગોડિયા ગામનાં અશોકભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “પહેલાં નાણાંકીય મુશ્કેલી હોવાથી ઓછી ગુણવત્તા વાળા ખાતર અને બિયારણ ખરીદવા પડતાં હતાં. પરંતું આ યોજના બાદ હું ઉચ્ચ ગુણવત્તા વાળા ખાતર, બિયારણ, અને દવા ખરીદી શકુ છું. જે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુબ ખુબ આભાર વ્યકત કરીએ છીએ. જ્યારે લાભાર્થી હસુમતીબેન પટેલે જણાવ્યું હતું કે,”પહેલાં અમે ચીલાચાલુ ખેતી કરતા હતા. પરંતું હવે અમે પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અમને જે લાભ મળી રહ્યાં છે તેનો સીધો લાભ પ્રાકૃતિક ખેતીમાં થઈ રહ્યો છે.”
ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો આર્થિક રીતે સક્ષમ થયા છે.
કિસાન સન્માન નિધિ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત માટે આશિર્વાદ સમાન બની રહી છે. વડાપ્રધાનશ્રી પણ ઈચ્છી રહ્યાં છે કે દેશમાં પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે. જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એક બટન દબાવે અને દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધી રકમ જમા થઈ જાય છે. આ રીતે કરોડો ખેડૂતોનું જીવન બદલાયું છે.
કિસાન સન્માન નિધિમાં લાભ મેળવવા માટે મહત્વની વિગત :-
• પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોવા જોઈએ
• digitalgujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી.
• બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક અથવા પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા અન્ટ્રી કરાવી કેન્દ્ર ખાતે જવા કરાવવી.
• પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઈવિંગ લાયસન્સ, ચુંટણા કાર્ડ ઓળખ પત્ર તરીકે આપવું.