કરોડોનો ખર્ચ પાણીમાં

Rate this post

ડીસામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર રૂપિયા 200 કરોડ ઉપરાંતના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે પરંતુ ઓવરબ્રિજ બનતાં હેવી મશીનરીના લીધે નીચેનો રોડ તૂટી જવા પામ્યો છે અને ગટરોમાં કચરો ભરાઈ જતાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો છે.

ડીસાના નેશનલ હાઇવે પર વારંવાર ઉભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ મંજુર કરવામાં આવેલ એલિવેટેડ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયાં ને એક વર્ષ જેટલો સમય વિતવા છતાં નેશનલ હાઇવે ઓથોરીટી અને રચના કન્સ્ટ્રકશન કંપની દ્વારા ડીસા શહેરની જનતાને પડતી મુશ્કેલીઓનો આજદિન સુધી નિકાલ ન આવતાં શહેરીજનો સહિત હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો ભારે હાડમારી વેઠી રહ્યાં છે.

​​​​​​​આથી ડીસાની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને જૈન શ્રેષ્ઠી હસમુખભાઈ વેદલીયાએ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ઉભી થયેલી સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર, નેશનલ હાઇવે ઓથોરીટી, નગરપાલિકા સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ધરોઇમ ડેમમાં નવા નીરની આવક

ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ધરોઈ ડેમની સિંચાઇ યોજનામાં એક સપ્તાહ દરમિયાન ડેમમાં પાણીની સપાટી 5.74 ફૂટ પર પહોંચી છે. રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદ થતાં સપ્તાહ દરમિયાન પાણીની આવક શરૂ થઈ છે.

ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 69.58 મિલિયન ઘન મીટર ઉમેરાયો છે. હજુ પણ ભારે વરસાદની સંભાવના છે અને ધીમે પગલે દરરોજ ડેમમાં પાણી આવી રહ્યા છે. એક સપ્તાહ પૂર્વ ધરોઈ ડેમમાં પાણીની સપાટી 586.28 ફૂટ હતી જે વધીને 590.02 ફૂટે પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *