પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોને લઈ તંત્ર મૌન

Rate this post

પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

ત્યારે આજે પીટીએન ન્યૂઝના અહેવાલનો પંચોત્તેરમો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદભવી રહયા છે. ત્યારે પાટણ શહેરના જલારામ ચોક પાસે શકિતનગરના નાકા પર બની રહેલા અનઅધિકૃત દબાણને અગાઉ નગરપાલિકાએ દૂર કરાતાં મકાન માલિક દવારા પોતાના સ્વખચર્ે અનઅધિકૃત દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી પરંતુ પાંચાભાઈ માળીની બદલી થતાં જ તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખચર્ે અનઅધિકૃત દબાણ દૂર કરવાને બદલે ફરીથી અનઅધિકૃત દબાણ બાંધી દેવામાં આવતાં આવા અનઅધિકૃત દબાણો કરવા પાછળ કોના છુપા આશિવર્ાદ જોવા મળી રહયા છે તેવું પણ ચચર્ાસ્પદ બની રહયું છે. તો સુભાષ્ાચોક પાસેનો એક નવીન બની રહેલ શોપીંગ સેન્ટર પણ અનઅધિકૃત હોવાથી ચીફ ઓફિસર દવારા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ રાજકીય ઓથા હેઠળ આ દુકાન માલિકે પોતાનું ફરીથી અનઅધિકૃત બાંધકામ કરી નગરપાલિકા અને કાયદાનો કોઈપણ ડર ન હોય તેવું દુકાન માલિકે સાબિત કયર્ું હતું.

તો જૂના રેડક્રોસ ભવનની સામે આવેલા ભોગી બેચર નામના વેપારીએ પણ અનઅધિકૃત દબાણ કરીને તેમાં કોમશર્િયલ ધંધો પણ ચાલુ કરી નાંખ્યો છે તેમ છતાં પાલિકા દવારા આ વેપારીને ત્રણ ત્રણ નોટીસો પાઠવ્યા બાદ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતાં રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકતર્ાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતાં તેઓ બેફામ બની પાટણ શહેરને બાનમાં લેવાના પ્રયત્નો કરી રહયા હોવાનું જોવા મળી રહયું છે. તો શું પાટણ શહેરના અનઅધિકૃત દબાણોના ફાટી નિકળેલા રાફડાને કાબુમાં લેવા પાલિકા તંત્ર દવારા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે ખરા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *