ગાંધીસુંદરલાલ શાળા ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ

Rate this post

પાટણ શહેરની ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળામાં કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમની શરુઆતમાં શાળાની બાલિકાઓ દ્વારા સુંદર સ્વાગત ગતી રજૂ કરી મહેમાનોને આવકાયર્ા હતા. જેમાં ધોરણ-૧ના પ૬ નવીન બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ધો.ર થી ૮ માં અન્ય શાળામાંથી ર૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ ૮૦ નવિન બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સાથે સાથે પ્રજ્ઞેશભાઈ ગાંધી દવારા રપ બાળકીઓને મફત ગણવેશ સહાય અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના તરફથી પાંચ બાળકીઓને મફત ગણવેશની જાહેરાત કરવામાં આવી હતી. ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ તરફથી દફતર અને વોટર બેગની કીટ તમામ બાળકોને આપવામાં આવી હતી. સુનંદાબેન પટેલ અને જયોત્સનાબેન પટેલ તરફથી શાળાના તમામ બાળકોને મિષ્ટાન સાથે ભોજન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર પાંચાભાઈ માળી ખાસ ઉપસ્િથત રહીને નીન પ્રવેશ લઈ રહેલા બાળકોને પ્રોત્સાહિત કયર્ા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આજે શિક્ષાણમાં કુમાર કરતા કન્યાઓ આગળ વધી રહી હોવાનું જણાવી ધો.૮માંથી આઠ જેટલી બાળકીઓને ડ્રોપઆઉટ કરતા તેઓએ દુ:ખ સાથે સ્થાનિક આગેવાનોને તેઓના ઘરે જઈને તેઓને સમજાવટથી ફરીથી પોતાની શિક્ષાણ કાર્ય શરુ કરે તે દિશામાં પ્રયત્નો કરવા જણાવી એક માતા સો શિક્ષાકની ગરજ સારતી હોય છે ત્યારે માતાઓ જ શિક્ષાણથી વંચિત હશે તો બાળકોને શું શિક્ષાણ આપી શકે? તેવા પ્રશ્નો કરી કન્યાઓના ડ્રોપ આઉટ રેશિયાને ઘટાડવા આગેવાનોને અપીલ કરી હતી.

તો પાલિકા પ્રમુખ સ્િમતાબેન પટેલે નવીન પ્રવેશ પામેલા તમામ વિદ્યાથર્ીઓનુ શુભેચ્છા પાઠવી સરકારના ડ્રોપ આઉટ રેશિયાને ઘટાડવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી પ્રયત્નો કરવામાં આવી રહયા હોવાનું જણાવી સો ટકા નામાંકન થાય તે દિશામાં પ્રયત્નો કરવા પણ આગેવાનોને આહવાન કયર્ું હતું.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સ્િમતાબેન પટેલ, લાયઝન અધિકારી હેમાંગીબેન પટેલ, શાળા દાતા પરિવારના પ્રજ્ઞેશભાઈ ગાંધી, પૂર્વ ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, કોપર્ોરેટર પિનલબેન અને મોહંમદહુસેન ફારુકી, જાયન્ટસ પાટણના પ્રમુખ નટુભાઈ દરજી, પ્રોગ્રામ સુપરવાઈઝર જયોત્સનાબેન, શાળાના આચાર્ય સહિતના લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *