શેર બજારમાં વધારે પૈસા કમાવાની લાલચ 15 લાખમાં પડી, ટીપ્સ મેળવવાના ચક્કરમાં ગુમાવી રકમ

Rate this post

ધ માર્કેટ જનરલ કંપની (The market general company) તથા એએબી અસોસિએટ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ (Share Market investment tips) આપવાની લોભામણી અને લલચામણી વાતો કરી અલગ અલગ સર્વિસ ચાર્જ (Service charges) જણાવી એક વ્યક્તિ પાસેથી 15,86,900 રૂપિયા વસૂલ કરીને છેતરપિંડી કરનાર આરોપીઓને ઇન્દોર, મધ્યપ્રદેશથી સાઇબર ક્રાઇમ સેલે (Surat cyber crime) ધરપકડ કરી છે.

સાઇબર ક્રાઇમ પોલીસ (Cyber crime police) સ્ટેશનમાં છેતરપિંડીનો એક ગુનો દાખલ થયો હતો. 22/07/2021 થી તા.12/12/2021 દરમિયાન ફરિયાદીને લોકેન રાજપુત, જીતેન, રોહિત, રઘુરાજ અને રીયા જૈન તરફથી ફોન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તે ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી એસોસિએટ કંપનીમાંથી બોલે છે. ત્યારબાદ ફોન કરનારે ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરી વધારે પૈસા કમાવાની ટીપ આપશે તેવું કહીને તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો.

જે બાદમાં અલગ અલગ સર્વિસ ચાર્જ જણાવી ફરિયાદી પાસેથી રૂ.15,86,900 પડાવી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદીને એન્જલ બ્રોકિંગના ડીમેટ એકાઉન્ટ (Demat Account)માં 80,0000 રૂપિયાનું નુકસાન કરાવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ફરિયાદીને આ બાબતે જાણ થતા તેમને તાત્કાલિક સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસે તપાસ દરમિયાન આરોપી રાહુલ બોદડે, લોકેન રાજપુત, જિતેનને મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઈસમોએ આ પ્રકારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા રહેલી છે. જોકે, પકડાયેલા ઈસમો આખી ટીમ કેટલા સમયથી અને કોની કોની સાથે રહીને આવી છેતરપિંડી કરતા હતા તેમેજ આવો આઇડિયા તેમને ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *