આજથી અતિભારે વરસાદ આગાહી; જાણો ક્યાં ક્યાં?

Rate this post

બંગાળની ખાડીનું લો-પ્રેશર હાલમાં મધ્ય ભારત સુધી પહોંચ્યું છે. જેમણે અરબસાગર સુધી એક બહોળું સર્ક્યુલેશન જમીન સપાટીથી 3.1 kmની ઊંચાઈએ નિર્માણ કર્યું છે. જેને કારણે આજથી વરસાદનું પ્રમાણ વધ્યું છે. છેલ્લે આગાહીમાં જણાવ્યું હતું એ મુજબ 3-4 તારીખે વરસાદ જોર ઓછું રહેશે ત્યાર બાદ જોર વધશે કેમ કે બંગાળની ખાડીમાં 5 તારીખ નજીક એક સીસ્ટમ બનાવની હતી એટલે.

સિસ્ટમની ભારે અસર ક્યા? બંગાળની ખાડીમાં બનેલ લો-પ્રેશર સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશ તરફ ગતિ કરી રહ્યું છે અને એક-બે દિવસમાં ગુજરાત ઉપર પણ આવી જશે જેમને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જોકે છેલ્લા 12 કલાકથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને ઘણી જગ્યાએ ૪ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. હજી આવનાર દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે અને ઘણા બધા વિસ્તારોમાં 100 એમએમ કરતાં વધારે વરસાદના આંકડાઓ નોંધાશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યા પ્રમાણે, “આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારોએવો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.

ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ કચ્છમાં સીઝનનો કુલ 12.58 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો કુલ 10.86 ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સીઝનનો કુલ 10.54 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ 18.85 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 21.03 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધી 16.44 ટકા અને સરેરાશ 139.73 એમ.એમ. વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 156 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *