પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ લોકો માટે બની આશીર્વાદ સમાન

Rate this post

દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેમનુ પોતાનું ઘર હોય. જે બનાવવા માટે લોકો પોતાની જાત ખર્ચી નાંખે છે. અનેક એવા લોકો છે કે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાનું ઘર બનાવી શકતા નથી. આ સ્થિતિમાંથી ગરીબ લોકોને બહાર લાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાન બની આવી છે. આ યોજના થકી ગરીબ અને વંચિત લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહ્યું છે . ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દિવાસ્વપ્ન સમાન પોતાના ઘરનું સ્વપ્ન સાચા અર્થે સાર્થક થયું છે.

પાટણ જિલ્લામાં 5 વર્ષ દરમ્યાન કુલ 15504 લોકોના આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યા. જે પૈકી 13116 આવાસનું બાંધકામ પૂર્ણ થયું છે. આ યોજના થકી જીલ્લાના 13 હજાર કરતા વધુ લોકોના સપનાના ઘરની સંકલ્પના સાર્થક થઈ છે. આ તમામ લાભાર્થીઓને આવાસની ઓનલાઇન મંજૂરી આપવામાં આવી હતી. જેની રકમ સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. જેથી આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે પાકા મકાન ગરીબ લોકોને મળ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મળતા લાભ

• લાભાર્થીને ત્રણ હપ્તામાં ₹ 1,20,000 ચૂકવવામાં આવે છે.

•સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચલાય સહાય પેટે ₹ 12,000 મળવા પાત્ર છે.

• મનરેગા યોજના હેઠળ 90 દિવસની મજૂરી કામના ₹ 20,610 ચૂકવામાં આવશે.

• લાભાર્થી ઈચ્છે તો ₹ 70,000 બેન્ક લોન મળવા પાત્ર છે.

•લાભાર્થી પ્રથમ હપ્તો મળ્યા બાદ 6 માસમાં કામ પૂર્ણ કરે તો મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય હેઠળ ₹ 20,000 ની અતિરિક્ત સહાય મળે છે.

• પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ₹ 1,52,610 ની સહાય લાભાર્થીને આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરમાર જીતેન્દ્રકુમાર અમરતભાઈએ જણાવ્યું હતું કે મારે છાપરાવાળું મકાન હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો તે બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું એમના વિચાર થકી આજે મારે પાકું મકાન મળ્યું છે. તેમણે ન માત્ર મને પણ દેશના અનેક ગરીબોને સપનાંના ઘરની ભેટ આપી છે. જ્યારે પાટણ જિલ્લાના ડાભડા ગામના વતની ઠાકોર ઈશ્વરભાઈ ચેહુજી પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે. તેમને જણાવ્યું હતું કે મારે મકાન કાચું અને છાપરાવાળું મકાન હતું. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે મારે પાકું મકાન બન્યું છે. મને ખુબ જ આનંદની લાગણી થઈ રહી છે. આજે આ પાકા મકાનમાં અમે પરિવાર સાથે આનંદ થી વસવાટ કરીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ કે તેમને અમને પાકું મકાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *