પાટણમાં યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન કાર્યક્રમ યોજાયો

Rate this post

“દરેક જીલ્લાનાં તાલુકા મથકે ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની વિચારણા”: આરોગ્ય મંત્રી

“દેશમાં ૨૧મી સદીનો સૂર્યોદય ગુજરાતથી થયો છે”:આરોગ્ય મંત્રી

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં કન્વેન્શન હોલ ખાતે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર જ્યારે સુશાસનનાં ૮ વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઇ પટેલે વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને મળેલાં લાભો જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

કાર્યક્રમમાં લાભાર્થીઓની સાથે સંવાદ કરતાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા ગરીબ, જરૂરિયાતમંદ અને છેવાડાનાં લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને તેમને જરુરી એવી તમામ સુવિધાઓ જેમ કે પાણી, વીજળી, આવાસ, શૌચાલય, ગેસ જેવી પાયાની જરૂરિયાતો પુરી પાડે છે. તદઉપરાંત મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દરેક તાલુકામાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની હવે વિચારણા કરી રહી છે.આરોગ્ય મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, જલજીવન મિશન, પી.એમ. સન્માન નિધિ, પોષણ અભિયાન સહિતની યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમણે મેળવેલા યોજનાકીય લાભો અંગે માહિતી મેળવી હતી.

કાર્યક્રમ દરમ્યાન વધુમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુશાસનનાં ૮ વર્ષમાં સરકારે નવા આયામો સર કર્યા છે. અને વિકાસને વેગ આપ્યો છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે પણ તેમણે ગુજરાતને અનેક લાભ આપ્યાં છે.આજે જ્યારે દેશનાં વડાપ્રધાન છે ત્યારે પણ તેઓ ગુજરાતને હંમેશા આગળ રાખે છે. ગરીબ અને જરૂરીયાતમંદની સેવા એ જ સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા રહી છે.

પાટણ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પૂર્વ પંચાયત મંત્રીશ્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું કે, આજથી 25 વર્ષ પહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની ધુરા સંભાળી અને છેલ્લા આઠ વર્ષથી દેશનું સુકાન સંભાળી જનકલ્યાણના મંત્રને પ્રસ્થાપિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાજીક ઉત્થાન સર્વગ્રાહી અને સર્વસ્પર્શી વિકાસ ના સંકલ્પ સાથે પ્રજાની શ્રદ્ધા અને વિશ્વાસ થકી જનકલ્યાણના અનેક શિખરો સર કર્યા છે. ખેડૂતો, મહિલાઓ, ગરીબો, શોષિતો, વંચિતો સહિત તમામ વર્ગોના ઉત્થાન થકી સુશાસનની અનુભૂતિ કરાવી છે. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, ગરીબ પરિવારો સ્વાભિમાનપૂર્વક જીવે તેવી નેમ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા જનકલ્યાણના કામો અને ગરીબ કલ્યાણ થકી ગરીબોને સીધો લાભ આપી તેમને આત્મનિર્ભર બનાવ્યા છે.

આ પ્રસંગે કેન્દ્ર સરકારની 13 ફ્લેગશીપ યોજનાઓના એક હજારથી વધું લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે પૈકીના દરેક યોજનાના બે લાભાર્થીઓની સાથે આરોગ્યમંત્રીશ્રીએ સીધો સંવાદ કર્યો હતો. પ્રત્યેક લાભાર્થીએ પોતાને મળેલા અનેક લાભોની જાહેરમાં વિસ્તૃત રીતે વાત કરી હતી જેથી અન્ય લાભાર્થીઓ પણ પ્રોત્સાહિત થયા હતા. સંવાદમાં લાભાર્થીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે વડાપ્રધાનશ્રીનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, મહામંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, સંગઠનના શહેર પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેશ્વરી સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો તથા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ. સોલંકી, નિવાસી અધિક કલેકટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેકટર શ્રી સચિન કુમાર, સહિત જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *