દાહોદ જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. એસપી કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને દાહોદ જિલ્લામા પોલીસની ઝડપી કામગીરીને કારણે નાગરિકો સલામતી અનુભવી રહયા હોવાનું જણાવ્યું હતું.
પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ એક પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામા કાયદા અને વ્યવસ્થા નો ચિતાર આપ્યો હતો. જિલ્લામાં પોલીસનું મહેકમ, પોલીસ સ્ટેશનો, વિશેષ કામગીરી, બનેલા ગુનાઓ અને તેમાં પોલીસની કામગીરી સહિતની વિગતો તેમણે આપી હતી.
બેઠકમાં વિધાનસભા દંડક શ્રી રમેશભાઈ કટારા, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા સહિતના
જનપ્રતિનિધિશ્રીઓ, કલેકટર ડો. ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, પંચમહાલ રેન્જ આઈજી શ્રી ભરાડા, એએસપી શ્રી વિજયસિંહ, શ્રી જગદીશ બાંગરવા, ડીવાયએસપી શ્રી પરેશ સોલંકી સહિતનાં અધિકારિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.