મહેસાણા: દૂધ સાગર ડેરીના 280 કરોડના પાવડર પ્લાન્ટ મુદ્દે ઉઠ્યા આક્ષેપો
દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈના આક્ષેપો
દૂધ સાગર ડેરીના 280 કરોડના પાવડર પ્લાન્ટ મુદ્દે કર્યા આક્ષેપો
હાલમાં ડેરી ખાતે પ્રતિદિન 160 મેટ્રિક ટન ના 4 પાવડર પ્લાન્ટ ઉપલબ્ધ છે
હાલના પ્લાન્ટ ની ઉત્પાદન ક્ષમતા કરતા થાય છે અડધું વેચાણ
છતાં નવો 280 કરોડનો પાવડર પ્લાન શા માટે બનાવવા નિર્ણય લેવાયો ?
આવતીકાલે ડેરીની સાધારણ સભામાં પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ રદ્દ કરવા માંગ
વર્ષ 2012 મા દિલ્હીમાં 16 લાખ લીટર દૂધ નુ વેચાણ દૂધ સાગર ડેરીનું થતું હતું.
ત્યારે હાલમાં ડેરીનું દૂધ ઘટી ને માત્ર 10 લાખ લીટર કરતા ઓછું વેચાય છે.
પાવડર પ્લાન્ટ બનાવવાને બદલે માનેસર અને ધારૂહેડા પ્લાન્ટમાં પાઉચ પેકિંગ વધારી દિલ્હીમાં દૂધનું વેચાણ વધારો.
ફેડરેશન દ્વારા હજુ પણ દૂધ સાગર ડેરી પ્રત્યે ઓરમાયું વર્તનુક કરવામાં આવી રહ્યું છે – મોઘજી દેસાઈ
જો કે આ મુદ્દે ડેરી ના સત્તાધીશો દ્વારા કાઈ કહેવાનો ઈન્કાર કરી ડેરીની સભામાં જ બધા જવાબો આપીશું એમ જણાવાયું હતું.
મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈ દ્વારા ડેરીના હાલના સત્તાધીશો પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, હાલમાં ડેરી ખાતે પ્રતિદિન 160 મેટ્રિક ટન ના 4 પાવડર પ્લાન્ટ ઉપલબ્ધ છે. હાલના પ્લાન્ટ ની ઉત્પાદન ક્ષમતા કરતા અડધું વેચાણ થાય છે. છતાં નવો 280 કરોડનો પાવડર પ્લાન શા માટે બનાવવા નિર્ણય લેવાયો ? આવતીકાલે ડેરીની સાધારણ સભા યોજાવા જઈ રહી છે ત્યારે સભા માં પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ રદ્દ કરવા માંગ પણ મોઘજી દેસાઈ કરી રહ્યા છે.
આ ઉપરાંત તેઓએ એવા આક્ષેપો પણ કર્યા હતા કે, વર્ષ 2012 મા દિલ્હીમાં 16 લાખ લીટર દૂધ નુ વેચાણ દૂધ સાગર ડેરીનું થતું હતું. ત્યારે હાલમાં ડેરીનું દૂધ ઘટી ને માત્ર 10 લાખ લીટર કરતા ઓછું વેચાય છે . પાવડર પ્લાન્ટ બનાવવાને બદલે માનેસર અને ધારૂહેડા પ્લાન્ટમાં પાઉચ પેકિંગ વધારી દિલ્હીમાં દૂધનું વેચાણ કેમ વધારવામાં નથી આવતું તેવા સવાલ પણ કર્યા છે. ફેડરેશન દ્વારા હજુ પણ દૂધ સાગર ડેરી પ્રત્યે ઓરમાયું વર્તનુક કરવામાં આવી રહ્યું છે તેવા મોઘજી દેસાઈ એ આક્ષેપો કર્યા હતા. જો કે આ મુદ્દે ડેરીના હાલના સતાધીશો એ કાઈ કહેવાનો ઈન્કાર કરી આવતીકાલે સભામાં જ દરેક પ્રશ્નોના જવાબ આપવા ટેલીફોનીક જણાવ્યું હતું.