પાટણ જિલ્લા ખાતે “સાંસદ ખેલ સ્પર્ધા” નો શુભારંભ

Rate this post

ખેલએ જીવવનનો એક અનિવાર્ય ભાગ છે. તેનાથી તન મન અને હૃદય પ્રફુલ્લિત રહે છે. માનસિક તણાવ દૂર કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જેને ધ્યાનમાં રાખીને નાગરિકની સાથે દેશના સાંસદ પણ એકદમ ફિટ રહે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “સાંસદ ખેલ સ્પર્ધા”નુ આહવાન કર્યું છે.

જે અંતર્ગત પાટણ જિલ્લાના રમતવીરોની ખેલદિલીને પ્રોત્સાહન આપવાના હેતુથી પાટણ ખાતે સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી દ્વારા આયોજિત “સાંસદ ખેલ સ્પર્ધા-2022″નો મેચીસ બોલ પર ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ, પ્રિયાંક પંચાલ, ભારતીય ક્રિકેટર, ઊર્વિલ પટેલ, U-19 ભારતીય ક્રિકેટર, દિલીપસિંહ હડિયોલ, પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર ગુજરાત ની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં “સાંસદ ખેલ સ્પર્ધા-2022” માં પાટણ જિલ્લાની કુલ 90 ટીમોએ ભાગ લીધો હતો. “રમશે પાટણ, જીતશે પાટણ” સ્લોગનને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લાની ટીમ પણ રાજ્ય અને દેશમાં પોતાનું નામ નોંધાવે અને બીજા જિલ્લા અને રાજ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ બને તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. હતું. આ સ્પર્ધામાં 90 ટીમ અને 1440 ખેલાડીએ ભાગ લીધો છે. આ “સાંસદ ખેલ સ્પર્ધા” કુલ 25 દિવસ સુધી ચાલશે.

આ પ્રસંગે સંભોધન કરતા પાટણના સાંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભીએ તમામ ખેલાડીઓને ખેલદિલીથી રમત રમવાનું આહવાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્થાનિક કક્ષાએ રમતવીરોને પ્લેટફોર્મ મળતાં પાટણ જિલ્લાના રમતવીરોને પ્રોત્સાહન મળશે. રમતવીરો તેમના અભ્યાસ થકી રમતક્ષેત્રે આગળ વધશે. મને વિશ્વાસ છે કે સ્થાનિક કક્ષાએ આયોજનથી ગામડામાં રહેલા રમતવીરો પોતાની શક્તિઓને ઉજાગર કરી શકશે.

આ પ્રસંગ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, G.I.D.C ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત, જીલ્લા ભાજપના પ્રમુખશ્રી ડૉ. દશરથજી ઠાકોર, ગાંધીનગર મહાનગર પ્રભારીશ્રી મોહનભાઈ પટેલ, પાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એમ. સોલંકી, જીલ્લા પોલીસ વડાશ્રી વિજયભાઈ પટેલ, પ્રમુખ શ્રી પાટણ નગરપાલિકા સ્મિતાબેન પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *