જેતપુર: કોળી સમાજના યુવક ઉપર થયેલ પોલીસ અત્યાચારને લઇ આવેદન આપ્યું

Rate this post

જેતપુર તાલુકા પોલીસના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી તેમજ સસ્પેન્ડની માંગ સાથે રેલીયોજી, સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામમાં કોળી યુવક પાસેથી તાલુકા પોલીસે પૈસા ખંખેરી લીધાનો આક્ષેપ

કોળી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામમાં આવેલ કોળી વિસ્તારમાં તા.11/6/2022 નાં રોજ રાત્રી દરમિયાન પોલીસ કર્મચારીઓ યુવક પાસેથી પૈસા ખંખેરી લીધા તેમજ પોલીસ કર્મચારીઓ ઘરમાં ઘુસી અર્ધવસ્ત્રમાં સૂતેલા યુવકની પત્ની તેમજ બાળકો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવશે તેવા આક્ષેપો સાથે આવેદન પત્ર આપ્યું હતું

બનાવની વિગતો મુજબ ગત તારીખ 11/06/22 ના રાત્રીના સમયે કોળી યુવક સુરેશભાઇ સામજીભાઇ પરમાર કામથી પરત ઘરે આવેલ ત્યાંરે તાલુકા પોલીસનાં 5 કર્મચારીઓ જુગારના કારણોસર તપાસમાં પણ પહોંચેલ હોય ત્યારે સુરેશભાઇને ઘરે જાતા રોકેલ અને સુરેશભાઇ પરમારને રોકી એની સાથે ગેરવર્તન કરી એના ખિસ્સામાંથી 15000 કાઢી ખોટી પુછપરછ અને ધમકી આપી અને કહેલ આ પૈસા કયાંથી લાવેલ છે સુરેશભાઇ પરમાર દ્વારા જણાવેલ કે 10000 મારા ટેકટરની મજુરી કુમનભાઇ ચકુભાઈ બુટાણીએ આપેલ છે તેમજ 5000 મારા ખીચાં માં હતા એમ કુલ 15000 નો સાચો હિસાબની માહિતી આપેલ તેમ છતાં એમ છતાં પોલીસ દ્વારા એમને ડરવાના ઇરાદે ઘરનું પુછેલ અને એના ઘરમાં ઘૂસી અને એમના ખિસ્સામાંથી ટેકટરની ચાવી તેમજ મોબાઇલ કાઢી લીધેલ અને એના ઘરમાં ઘુસી અર્ધવસ્ત્રમાં સુતેલા એમના પત્નિ અને બાળકોને અભદ્ર ભાષામાં ગાળો આપી જગાડી અને ઘરમાં ફાફા – ફોળા કરેલ અને ઘરની બહાર નીકળી 15000 પરત ન આપવા ખોટા કેસોમાં ફસાવવા તેમજ ટેકટર ન ચલાવવા જેવી ધમકીઓ આપી અને જો આ વાત કોઇને કરીશ તો ગામમાં પણ નહી રહેવા દઉં આવી કામગીરીઓ પોલીસ કર્મચારીઓ દ્વારા કોળી પરિવારનો કોઇ ગુન્હો ન હોય અને લુંટ અને ખોટી દાદાગીરી તેમજ ધમકીઓ આપેલ એવી જાણ યુવકે સમાજના તમામ આગેવાનો, ગામના આસપાસના ગ્રામજનોએ જણાવેલ હતી.તેમજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવલી હતી

ત્યારે આજરોજ કોળી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકોએ યુવકનાં પરિવાર ઉપર થયેલ અત્યાચાર સામે ઘટનાના જવાબદાર પોલીસ 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવે એવી જેતપુર કોળી સમાજ તેમજ કોળીસેના અને સમાજના લોકોની માંગ સાથે મોટી રેલી યોજી મામલદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું આગામી સમયમાં આ કર્મચારીઓ ઉપર જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *