બેડરૂમમાં કેવી હોય છે ભારતીય પુરૂષોનું પરફોર્મન્સ

Rate this post

દરેક માણસની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના પાર્ટનરને ખુશ રાખે અને સંતુષ્ટ રાખી શકે.  ફિઝિકલ રિલેશનશિપમાં પોતાના સમયને લઈને પુરુષો ચિંતિત જોવા માટે મળતા હોય છે. બેડરૂમમાં પોતાના પાર્ટનર સાથે કેટલો સમય સુધી ટકે? અથવા ફોરપ્લે માટે કેટલો સમય લીધો હતો? આ પ્રકારના સવાલ હેરાન કરનારા હોય છે. 

ઇન્ડિયા ટુડેના સેકસ સર્વે 2019માં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ફોરપ્લે સાથે કેટલી મિનિટ સુધી ટકી શકે છે,30 મિનિટથી વધારે અથવા ઓછું? આ મામલે સૌથી વધારે ઈંદોરના લોકો આગળ આવ્યા હતા. ઈંદોરના 91.5% ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ બેડરૂમમાં 30 મિનિટથી વધારે સમય સુધી ટકે છે. બીજા નંબરે જયપુર હતું,જ્યાં 67.5% લોકો પોતાના ટાઇમિંગને લઈને સંતુષ્ટ હતા.

અમદાવાદમાં 63%,ભુનેશ્વરમાં 59.5%,ચંડીગઢમાં 53.7% અને મુંબઈમાં 51.2% લોકોનું માનવું છે કે તેઓ પોતાના પાર્ટનર સાથે 30 મિનિટ સુધી રોમાન્સ કરી શકે છે.

મતલબની વાત એ છે કે પોર્ન વીડિયોના આધારે લોકોની ધારણા બંધાઈ ગઈ છે કે પાર્ટનર સાથે તેઓ 30-40 મિનિટ સુધી ટાઈમ સ્પેન્ડ કરે. આવું ન થાય તો તેઓ ચિંતામાં આવી જાય છે. જયારે નિષ્ણાંતોનું શારીરિક સંબંધોની ક્ષમતાને લઈને કંઈક અલગ જ કહેવું છે.

વર્ષ 2008માં અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં ઘણા ડોક્ટરોએ આ અંગે ખુલી ચર્ચા કરી હતી. ડોક્ટરોનું માનવું છે કે પાર્ટનર સાથે પોતાના શારીરિક સંબંધની અવધિ બંનેના મૂડ પર નિર્ભર કરે છે. જો તમને ત્રણ મિનિટ સુધી સેક્સ કરી શકો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો 3 મિનિટથી ઓછો સમય લાગે છે તો ચિંતાનો વિષય હોઈ શકે છે. જો તમે 3થી 7 મિનિટની વચ્ચે એજાફૂલેટ થઇ રહ્યા છો તો તમે બની શકે કે તમારો પાર્ટનર તમારાથી સંતુષ્ટ ન હોઈ શકે. ડોક્ટરનો ઈશારો સ્પષ્ટ છે કે જો તમારા પાર્ટનરની સેક્સ્યુઅલ ડ્રાઈવ તમારા કરતા વધારે છે તો 3-7 મિનિટની અવધિ ઓછી થઇ શકે છે.

જો આ મર્યાદા તમે 13 મિનિટ સુધી ખેંચવા માટે સફળ છો તો તમે સામાન્ય છો. ડોક્ટર્સના જણાવ્યા મુજબ 3-13 મિનિટના સમયગાળા દરમિયાન થયેલો શારીરિક સંભોગ સામાન્ય શ્રેણીમાં આવે છે. જે વ્યક્તિની સેક્સ્યુઅલ મર્યાદા વધારે હોય છે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો 30 મિનિટ સુધી જઈ શકે છે. ઘણા ભારતીય લોકો ઇન્ટરનેટની દુનિયાને અસલી જીવનમાં જીવવા માટે વાયગ્રા જેવી દવાઓનો પણ ઉપયોગ કરે છે. પરફોર્મન્સને લઈને પેદા થયેલા ભ્રમે આવી દવાઓ લેવા માટે લોકોને મજબૂર કરી દીધા છે.

2019ના સર્વેમાં આ વાત સામે આવી છે કે જયપુર અને ચંદીગઢ જેવા શહેરોમાં ક્રમશઃ 87 અને 62 ટકા લોકો સેક્સ ક્ષમતા વધારવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. ડો. સુધીર ભંડારી કહે છે કે, એવું જરૂરીન હતી કે લોકો ફેન્ટસી માટે વાયગ્રાનો ઉપયોગ કરે. ઘણા લોકો કરે છે કે ડાયાબિટીસથી તેમના સેક્સ પ્રદર્શન પર અસર પડી છે. તેમની પરેશાનીઓ જાણ્યા બાદ તેમને તે સંબંધી દવાઓ આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *