ડાયાબિટીસના દર્દી માટે – આ માહિતી વધુમાં વધુ શેર કરો.
ભારતમાં ડાયાબિટીસના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે પણ કોઈને આ તકલીફ ડાયગ્નોઝ થાય છે ત્યારે તેના મિત્રો-સંબંધીઓ એક લાબું લિસ્ટ બનાવી છે દે છે, આ ખાઓ અને તે ના ખાઓ. ફળની વાત કરીએ તો ઘણાના મોઢે સાંભળવા મળે છે કે ડાયાબિટીસ હોય તો ફ્રૂટ્સથી દૂર રહેવું. પરંતુ શું સાચે ડાયાબિટીક દર્દીઓએ ફળ ના ખાવા જોઈએ? આ મૂંઝવણ દૂર કરવા માટે અમે દિલ્હીના ફેમસ ડાયટિશિયન ડૉ. હિમાંશુ રાય સાથે વાત કરી.
અમેરિકન ડાયાબિટીસ એસોશિયેશનના જણાવ્યા પ્રમાણે, ફળમાં જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર હોય છે. આ ન્યૂટ્રિઅન્ટ્સ આપણને ચાર્જ જ નથી રાખતા પણ સુગર પણ કન્ટ્રોલ કરી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું કરે છે. ડૉ. હિમાંશુ રાયે કહ્યું કે, ફળને લઈને જે ભ્રમ તેને દૂર કરવાની જરૂર છે. જો તમે ડાયટ પર ધ્યાન રાખશો તો ટાઈપ 1, ટાઈપ 2, પ્રિડાયાબિટીસથી બચશો અને બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખી શકશો.
ડૉ. હિમાંશુ રાયે જણાવ્યું કે, હંમેશાં ફળ ચાવીને જ ખાવા જોઈએ. સુગર પેશન્ટે ફળનો જ્યૂસ કે પછી પેકવાળા જ્યૂસ ના પીવા જોઈએ. ફળ ચાવીને ખાવાથી તેમાં હાજર પ્રોટીન્સ, વિટામિન્સ અને ફાઈબર શરીરમાં જાય છે. જ્યૂસ કાઢવાથી તેની માત્રા ઓછી થઈ જાય છે. સાથે જ ફળ ખાવાથી શરીરમાં ફ્રૂટ સુગર ધીમે-ધીમે વધે છે, જ્યારે જ્યૂસ પીવાથી બ્લડ સુગર અચાનક વધી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ સફરજન, જામફળ, નાસપતિ, દ્રાક્ષ, સંતરા, કીવી અને પાઈનેપલ ખાવું જોઈએ. આ ફળમાં ભરપૂર ફાઈબર અને ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે. ગ્લાઈસેમિક ઇન્ડેક્સથી ખબર પડે છે કે, કોઈ પણ ફૂડ આઈટમ ખાધાને બે કલાક પછી શરીરમાં કેટલી સુગર વધી છે. જે ફળમાં આ ઇન્ડેક્સ ઓછું જશે, તે ફળમાં સુગર ઓછી અને ફાઈબર વધારે હશે.