બનાસકાંઠા: દિયોદર તાલુકાના નવા ખાતે આવેલ હાઇવે રોડ ઉપર તળાવમાં બનાસ ડેરીના નામે તળાવ ઊંડું કરવાની કામગીરી માં માટીનું બારો બારિયું
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના અગાઉ વખા ગ્રામ પંચાયત માં આવતું હતું જેમાં હવે ગ્રામ પંચાયત અલગ થવાથી વહીવટદાર ની નિમણુક કરવામાં આવી છે જેમાં તળાવ ના ખોદકામ બાબતે જાણકારી મેળવવા માટે મીડિયા કવરેજ દરમિયાન વાત કરી હતી જેમાં વહીવટદારે મોખિક સુચના આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે વખા સરપંચે કોઈ પણ પ્રકારની કામગીરી વિષે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું જેમાં દિયોદર મામલતદાર મકવાણા જેઓ ઇન્ચાર્જ મામલતદાર છે ત્યારે એમની સાથે વાત કરી હતી જેમાં તેઓએ ટીડીઓ એ સુચના આપી હોવાનું જણાવ્યું હતું.
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે જે તે ગ્રામ પંચાયત દ્વારા બનાસ ડેરી દ્વારા તાત્કાલિક ધોરણે તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અન્ય કોઈ જગ્યાએ માટી ની હેરફેર માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર કે ભૂસ્તર વિભાગ દ્વારા પરવાનગી આપી છે કે નહિ? આવા લોકો માં સવાલો ઉભા થયા છે ત્યારે હવે મીડિયા કવરેજ દરમિયાન રજૂ કરવામાં આવેલ ચિતાર અંગે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ને પગલાં લેવામાં આવશે કે નહીં? તે જોવું રહ્યું.
જુઓ દિયોદર તાલુકાના નવા ગામના તળાવની માટી નું બસરોબારિયુંમીડિયા કવરેજ દરમિયાન રજૂ કરવામાં આવેલ સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી ને સત્ય હકીકત રિપોર્ટ અનુસાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં કોઈ ભારતિય જનતા પાર્ટીના નેતા ના સગા વ્હાલા નું કારસ્તાન હોવાનું કહેવાય છે અને જ્યારે મીડિયા સાથે વાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બનાસ ડેરીના ચેરમેન શ્રી ને વાત કરજો જેથી કરીને વર્ક ઓર્ડર કોપી જોઇ શકાય હવે જીલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી ને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ બુલંદ બની છે.