બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નકલી પીએસઆઈ મહિલા સાથે ઈકો ચાલક ઝડપાયા

Rate this post

ગાંધીનગર પીએસઆઈ તરિકે ફરક બજાવતાં હોવાનું જણાવ્યું હતું મહિલા પોલીસે. થરા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતાં આખરે મહિલા ભાંગી પડી. તમામ બાબતે ભાંડો ફોડ્યો હતો.

અને હવે મૂળ સરસ્વતી તાલુકાના સરિયદ ગામની મહીલા અને કાંકરેજ તાલુકાના લક્ષમીપુરા ગામનો ઈકો કાર નો ચાલક મોહન ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે.

જોકે આ અંગે થરા ખાતે નવા પીએસઆઈ જાડેજા અને પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી ને બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ લખેલ પોલીસ કલરનું બોર્ડ લગાવી રોફ જમાવવા જતાં અને અન્ય કોઈ જગ્યાએ રેડ દરમીયાન પોલીસ ની ઓળખ આપી દમ મારતાં બે વ્યક્તિઓ સામે થરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published.