જેતપુરના રેશમડી ગાલોળ ગામમાં જાગૃત યુવાન દ્વારા RTI માં માહિતી માંગતા ભ્રષ્ટાચાર ખુલ્લો થયો

Rate this post

જેતપુરના રેશમડી ગાલોળ ગામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો

ગામના જાગૃત યુવાન દ્વારા RTI માં માહિતી માંગતા ભ્રષ્ટાચાર ખુલ્લો થયો

મૃત વ્યક્તિના નામે બિલ ઉધારીને કરાયો હતો ભ્રષ્ટાચાર

જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગામમાં મૃત્યુ પામેલ વ્યક્તિના નામે મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ કરી ખોટા કાગળો ઉભા કરી અને સરકારી કામે વાપરી અને સરકારી નાણાનો દુરુપયોગ કરી કરેલ નાણાની ઉચાપતનું કૌભાંડ આરટીઆઈ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ગામના સરપંચ તેમજ તત્કાલિન તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગામના યુવાને તાલુકા વિકાસ અધિકારી પાસે માંગ કરી છે.

વિગતો મુજબ જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગામમાં રહેતા અને જાગૃત યુવાન ભરતભાઈ પરસોતમભાઈ પાનસેરીયા દ્વારા એક મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનું ગટર મજૂરી કામનું બીલ જમા થયેલ હોઈ જેની વિગતો મળતા જાગૃત યુવાને RTI મારફત માહિતી માંગેલ હતી જેમાં ગામના હાલના સરપંચ અને તત્કાલિન તલાટી કમ મત્રીશ્રી દ્વારા સરકારી નાણાની ઉચાપત ડરવાના બદઇરાદે ખોટા અને બોગસ કાગળો ઉભા કરી મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ અને સરકારી કામે વાપરી પોતાના અંગત લાભ હેતુ કે કોઇ અંગત સ્વાર્થ હેતુથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને મૃત્યુ પામેલા વ્યક્તિના નામનુ વાઉચર બનાવી – મંજુર કરી, ચેક ઇસ્યુ કરી મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ અને નાણાકીય ઉચાપત કરેલ હોઈ જેનું સામે આવતા આજે મીડિયા સમક્ષ યુવકે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તેમજ જેતપુર તાલુકા વિકાસ અધિકારી ને મળેલ તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી

વિગતો મુજબ યુવકનાં આક્ષેપો પ્રમાણે રેશમડી ગાલોળ ગામના સરપંચ હાલ મહિલા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ વઘાસિયા હોઈ પરતું તેમના પતિદેવ ભરતભાઈ વઘાસિયા સમગ્ર કાર્યભાર સંભાળતા હોઈ તેમજ તત્કાલિન તલાટી કમ મંત્રીશ્રી દ્વારા કેશુભાઇ માધાભાઇ વઘાસીયાને અનુસુચિત જાતિ વિસ્તારમા ગટર રીપેરીંગનુ કામ આપેલ હોય અને આ કામની થતી રકમના ચુકવણાના કુલ રૂપિયા 6300 / – ચુકવેલા અને આ કામ માટે કેશુભાઇ માધાભાઇ વઘાસીયા દ્વારા ગટર રીપેરીંગના કામના મજુરીના નામે રુપિયાનુ ચુકવણુ કરવા માટે વાઉચર બનાવેલ છે અને જે વાઉચરમા કેશુભાઇ વઘાસીયાના નામની સહી પણ હોય અને જે વાઉચર સંબંધની નોંધ રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતના રોજમેળમા તા. 09/02/21 ના રોજ વાઉચર થી 6300/ – ની ચુકવણી કરેલ ચેક દ્વારા રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતના ખાતામાં થી કરવામાં આવેલ હોઈ પરતું જે ચુકવણી કરવામાં આવી છે એ રકમ કેશુભાઇ માધાભાઇ વઘાસીયા 22/12/18 ના રોજ મરણ પામેલ છે . તો આ મરણ પામેલ વ્યક્તિ અનુસુચિત જાતિ વિસ્તારમા ગટર રીપેરીંગ- મજુરીકામ કેવી રીતે કરી શકે અને મરણ બાદ ગ્રામ પંચાયતે આવી અને ચુકવણી સબંધિત વાઉચરમા સહી કેવી રીતે કરી શકે અને બેંકમાથી રુપિયા કેવી રીતે ઉપાડી શકે તે તપાસનો વિષય છે .

હકિકતમા સરપંચ અને તલાટી કમ મંત્રીશ્રી , રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતનાઓ દ્વારા સરકારી નાણાની ઉચાપત કરવાના બદઇરાદે ખોટા અને બોગસ કાગળો ઉભા કરી અને સરકારી કામે વાપરી પોતાના અંગત લાભ હેતુ કે કોઇ અંગત સ્વાર્થ હેતુથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને ગુજરી ગયેલ વ્યક્તિના નામનુ વાઉચર બનાવી મંજુર કરી અને ચેક ઇસ્યુ કરી અને નાણાકીય ઉચાપત કરેલ હોઈ જેથી સત્વરે જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકુફ ( સસ્પેન્ડ ) કરવા તેમજ સરપંચને તેના હોદ્દા પરથી દુર કરવા અને તેઓ દ્વારા કરવામા આવેલ નાણાકિય ઉચાપતની રીકવરી કરવા કરાવવા તથા ગેરકાયદેસર રીતે કાગળો બનાવી અને સરકારી કામે વાપરી સરકારી નાણાનો અંગત હેતુ માટે અને ગેરકાયદે કરેલ નાણાના દુરુપયોગ અને ગેરરીતી સબબ જવાબદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા – કરાવવા અને આ પ્રકરણ સમ્બન્ધના આ સિવાય અને આ કરવામા આવેલ ગેરેરીતીમા જવાબદાર તમામ સામે યોગ્ય અને કાયદેસરની અને ધોરણસરની કાર્યવાહી કરવા તેવી માંગ કરી છે.

તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ ઉચાપતનો સમગ્ર રિપોર્ટ રાજકોટ ડીડીઓને સોંપવામાં આવ્યો છે તેમજ તાલુકા વિકાસ અધકારી એ પણ સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે.આ ભ્રષ્ટાચારમાં સામેલ સરપંચ તેમજ તત્કાલીન તલાટી મંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની બાહેંધરી પણ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *