ચાલુ કારમાં આગ ભભૂકી અને પછી….

Rate this post

પાટણ જિલ્લાના ચાણસ્માના ધર્મોડા પાસે મહેસાણાથી હારીજ જતી ઇક્કો કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે ડ્રાઇવર સમયસુચકતા વાપરી નીકળી જતાં જાનહાનિ ટળી હતી. ગાડીઓમાં આગ લગવાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ગુરૂવારે સવારે અગિયાર વાગ્યાના ગાળામાં મહેસાણાથી એક ઇક્કો ગાડી હારીજ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ધર્મોડા નજીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ઇકો ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેના પગલે ઘડીભર અફડાતફડી મચી જવા પામી હતી.

પરંતુ આજુબાજુના લોકોએ દોડી આવીને પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. ચાણસ્મા પોલીસને જાણ થતા પીઆઈએ ઘટના સ્થળે પહોંચી ગાડીનું કોર્ડન કરી ગાડી અંગેની વધુ તપાસ હાથ ધરી હોવાનું પીઆઈ આરએસ વસાવાએ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ ઇકો ગાડી મહેસાણાની હોવાનું અને હારીજ ખાતે જતી હોવાનું નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. સદનસીબે ગાડીમાં સવાર કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *